માટી ચૂલા ઘર ઘર સાધો .
જીવન લાગે અવસર સાધો .
લખ-ચોર્યાશી ફેરા કાજે ,
આપો કોઈ મંતર સાધો .
ભેદ ભરમ સબ મિટે મન કા ,
ભણવું છે એ ભણતર સાધો .
ગણાવા પડશે માળા મણકા ,
આ તે કેવું ગણતર સાધો.
વાટે ....વાટે ...કાં ઘૂમો રે ?
સાચ્ચુ તીરથ ભીતર સાધો .
વેદ , પુરાણો , પોથી પંડિત ,
પઢલો ઢાઈ અક્ષર સાધો .
(ગુરુ પૂર્ણિમા )
શૈલેશ ચૌહાણ " વિસ્મય "
જીવન લાગે અવસર સાધો .
લખ-ચોર્યાશી ફેરા કાજે ,
આપો કોઈ મંતર સાધો .
ભેદ ભરમ સબ મિટે મન કા ,
ભણવું છે એ ભણતર સાધો .
ગણાવા પડશે માળા મણકા ,
આ તે કેવું ગણતર સાધો.
વાટે ....વાટે ...કાં ઘૂમો રે ?
સાચ્ચુ તીરથ ભીતર સાધો .
વેદ , પુરાણો , પોથી પંડિત ,
પઢલો ઢાઈ અક્ષર સાધો .
(ગુરુ પૂર્ણિમા )
શૈલેશ ચૌહાણ " વિસ્મય "
No comments:
Post a Comment