Tuesday, 20 September 2016

sudhi

કે રેખા રચી અદભુત નયન થી નયન સુધી,
કોણ જાણે કેવો રચ્યો, પહોંચી હૃદય ચમનસુધી.

રમતી મૂકી  રસ્તે વાતમાંથી વાત પવનમાં ,
એકાંત જાણે એવું મળ્યું પહોંચી મનન સુધી.

ખુશીઓ ભરી ખોબામાં ,ફર્યા હર આંગણમાં .
લહેર જાણે કેવી મળી , પહોંચી વદન સુધી. .

શું જાણે સરિતા સાગરના ઊના નિઃશ્વાસમાં,
આહ જાણે કેવી મળી , પહોંચી ગગન સુધી.

આકાશની આંખેથી વરસતી સાગરની આહમાં,
પ્રીત જાણે કેવી ભળી પહોંચી ગવન સુધી .

અણકથ વેદનાઓ બેઠી'તી સંકોડાઈ હૈયામાં,
કલમ જાણે કેવી મળી, પહોંચી કવન સુધી.

વાચા કયાં હતી ? મારા શબ્દોના મૌનમાં ,
કેડી જાણે કેવી મળી પહોંચી એ ભવન સુધી.
" दाजी "

No comments:

Post a Comment