Saturday, 17 September 2016

ઞઝલ

ઞઝલ
પાઘડીનો વળ જેમ છેડે ઞયો
એમ આઞળ તો આપમેળે ઞયો

હું દરદને શણગાર સમજ્યો, પછી
એક આખો અવતાર એળે ગયો.

કુંપળો ફૂટી ના, અને પાનખર !!
જિંદગી મારી હું વખોડે ઞયો.

રોજ લાગે છે આગ જો આ વને,
ઝાડ લીલા તોયે ઉગાડે ઞયો.

આ સમજદારી ના સવાલો કદી,
ના અહીં ભણ્યો,પણ નિશાળે ગયો.
======================
ડો.પિનાકીન પંડ્યા ૧૭/૯/૨૦૧૬

No comments:

Post a Comment